Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગોંડલમાં ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા.નો ભવ્ય નગર પ્રવેશ

ગાદી ઉપાશ્રયમાં પ્રથમ પગ મુકતા જ દાદાગુરૂની ઉપસ્થિતિનો અહેસાસ થયો

ગોંડલ, તા., ૧૭: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. શ્રી ગીરીશ મુની મ.સા.ના સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.ના સુમંગલ સાનિધ્યે તથા શાસન ચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સ., પૂ. સ્મિતાબાઇ મ.સ. તથા સંઘાણી સંપ્રદાયના પૂ. ઉષાબાઇ મ.સ. આદિ સતીવૃંદની ઉપસ્થિતિમાં આજ તા.૧૭ના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ. મ.સા. ના સુશિષ્ય સદગુરૂ દેવ પૂ. પારસમુનિ મ.સા. મુંબઇથી ઉગ્રહવિહાર કરી પ્રથમવાર ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ-ગોંડલમાં ભવ્યાતીભવ્ય શોભાયાત્રા સાથે ગાદી ઉપાશ્રયમાં પધાર્યા.

પૂ. સ્મિતાબાઇ મ.સા.એ મંગલાચરણ કર્યું ત્યાર બાદ મહિલા મંડળ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. સંઘ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોઠારીએ સ્વાગત કર્યું.

પૂ. સ્મિતાબાઇ મ.સ.એ. પૂ. હીરાબાઇ મ.સ. વતી સ્વાગત કર્યું અને પૂર્વના સંસ્મરણો સ્મરણ કર્યા.

પૂ. સુશાંતમુનિ મ. સાહેબે જણાવ્યું કે અમારા સંત ધાર્યા છે તે અમારે મન આનંદ અધિક છે.

પૂ. પારસમુનિ મ. સાહેબે જણાવ્યું કે ગાદીપતિ ગુરૂદેવ અમારા દાદાગુરૂ હતા. પૂ. સુશાંતમુનિ મ.સા. અમારા વડીલ ગુરૂ ભગવંત છે. માતૃ હૃદયા કહીને પૂ. હીરાબાઇ મ.સા.ને સંબોધ્યા  શ્રી સંઘ મહાન છે. ગાદી ઉપાશ્રયમાં દાદાગુરૂની ઉપસ્થિતિનો અહેસાસ થયો. અપાર શાંતિ-સમાધિ-અનુભવી તેમ પૂ. ગુરૂદેવે જણાવ્યું તા. ૧૮/પના સામુહિક આયંબિલનું દાદાગુરૂપૂનમ મહોત્સવ અનુલક્ષમાં આયોજન કર્યુ છે.

શ્રી સંઘ દ્વારા બેનાણીવાડીમાં નવકારશીનેસ સૌએ માન આપ્યા બાદ સકલ સંઘ સાથે પૂ. ગુરૂદેવો મહેતા ઉપાશ્રય ભોજપરા પધાર્યા.

(11:54 am IST)