Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પોરબંદરના ઓડદર દરીયા કાંઠે ૩.પ૬ લાખની રેતી ચોરી ઝડપાઇઃ ટ્રેકટર સહિત ૭ લાખનો મુદામાલ

પોરબંદર, તા., ૧૭: ઓડદરના દરીયાકાંઠે ગેરકાયદે ટ્રેકટરમાં ૧ર ટન રેતી કિ. ૩,પ૬,૦૦૦ ભરીને જતાં બાબુ દેવશી કેશવાલાને એલસીબીના પીએસઆઇ એચ.એમ.ચુડાસમા તથા સ્ટાફે પકડીને ગુન્હો નોંધ્યો છે. ચેકીંગ દરમિયાન બીજો આરોપી અરભમ રાજશી હાજર મળી આવ્યો નહોતો.

ટ્રેકટર જીજે ર૪ યુ-૯૬૪માં ૧ર ટન રેતી અંગે આધાર પુરાવા નહી મળતા બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે.

હાર્બર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)