Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હું પોલીસ ખાતામાં ભરતી થવા જાઉ છુ.. ચિઠ્ઠી મૂકી મોરબીની યુવતી ગૂમ

નવા જાંબુડીયા ગામની યુવતી લાપતાઃ બંન્નેની શોધખોળ

મોરબી તા.૧૭: મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાંથી બે યુવતીઓ ગુમ થયા અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બન્ને યુવતીની શોધખોળ આદરી છે. મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૦૩માં રહેતા પ્રફુલભાઇ હીરાલાલ કાનાબાર (ઉ.વ.૪૭) વાળાએ એ ડીવીઝીન પોલીસમાં દીકરી ગુમ થયાનું જણાવ્યું છે જેમાં તેની દીકરી ઉર્વશી કાનાબાર લોહાણા (ઉ.વ.૧૯) વાલી ઘરેથી કોઇને કહ્યા વિના ચાલી ગઇ છે. જેની શોધખોળ કરવા છતાં મળી નથી અને બાદમાં ઘરેથી ચિઠ્ઠી મળી આવી છે જેમાં જણાવ્યું છે કે હું પોલીસ ખાતામાં ભરતી થવા માટે જાઉં છું કમાઇને તમોને પૈસા આપીશ મારી ચિંતા કરશો નહિ પોલીસે યુવતી ગુમ યથાની નોંધ કરી તપાસ ચલાવી છે. બીજા બનાવમાં મોરબીના નવા જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ મોતીભાઇ પરમારે તાલુકા પોલીસ મથકમાં જાણ કરી છે કે, તેની પુત્રી મંજુલા પરમાર (ઉ.વ.૨૨) હાથ ધોવાનું કહી કયાંક જતી રહી છે જે ધોરણ ૬ સુધી અભ્યાસ કરેલ છે. તાલુકા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરેલ છે.

(11:52 am IST)