Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ભાવનગરમાં પોણા બે લાખનો ૩૫ પેટી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ભાવનગર તા ૧૭  :  ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં 'બી' ડીવીઝન પોલીસે દરોડો પાડી ૩૫ પેટી ઇંગ્લીશ દારૂ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ કરી છે.

શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ  વણકરવાસમાં રહેતા  પ્રવિણ શામજીભાઇ રાઠોડે તેના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્ર્યો હોવાની બાતમીના આધારે 'બી' ડીવીઝન પોલીસે વહેલી સવારે  દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૩૫ પેટી કબજે કરી હતી. પોલીસને જોઇને આરોપી ફરાર થઇ ગયો હતો.

'બી' ડીવીઝન પોલીસે રૂા ૧ લાખ ૬૮ હજારની કિંમતનો ઇંગલીશ દારૂનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:50 am IST)