Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બે તબકકે વાવણી થશે પપ થી ૬૦ ઇંચ વરસાદ વરસશેઃ૧૬ આની વરસઃ ગોંડલ તાલુકામાં પ્રથમ વાવણી

જુનાગઢના વંથલી-સોરઠના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઇ વામજાની આગાહી

જુનાગઢ તા.૧૭ : જુનાગઢ જીલ્લાના વંથલી (સોરઠ)ના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય વામજા રમણીકભાઇ ડાયાભાઇએ આગામી ચોમાસાની વરસાદની આગાહી કરી છે.

રમણીકભાઇ વામજાએ જણાવ્યું હતું કે, ભારતનીવસ્તીનો ૭૦% ભાગ ખેતી પ્રધાન છે. આબાદી ખેતીવાડી ઉપર નભે છ.ે તેનું જીવન ધોરણ ખેતીવાડી અને તેના ઉદ્યોગ પર નિર્ભર છ.ે જયોતિષ શાસ્ત્ર અભ્યાસ કર્યા વગર બારેાસ જોગથી વિગતવાર વર્ણન આપી મેઘ સમાચર વર્ષ પ્રાચીન ભાવના સંજોગ અને તેટલા અનુસાર સાથે નજરે જોઇ ખગોળ વિદ્યાના આધારે આભા મંડળ, વાદળા (વધઘટ), કસ, લીસોટા, આકાશ (ચીતરી) તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, વાયવ્ય પવનની દિશા, મેઘરવો, દરેક ધાર્મિક તહેવાર, ઉતાસણીનો પવન, અખાત્રીજ પવન, મહા મહિનાનું માવઠું દરેક વનસ્પિતિ, પંખીની બોલી (ચેસ્ટા), ચૈત્ર મહિનાના દનિયા, જમીન ઉપર રાફડાની કોરામણ.

(ચૈત્ર સુદ-પની ગાદલી, રોહિણી નક્ષત્ર, ચંદ્ર) (ખેડુત માટે વરસ સારૂ, વેપારી માટે મધ્યમ) બે તબકકે વાવણી થશે, શિયાળુ પાક મબલખ થશે. પપ થી ૬૦ ઇંચ વરસાદ થશે. સૌરાષ્ટ્ર ૬૦ ડેમ ઓવરફલો થશે. મીની વાવાઝોડું તથા વાવાઝોડાની શકયતા. જામનગર જિલ્લામાં વધારે વરસાદ, રાજકોટ વિસ્તારમાં ભાદરડેમ ઓવર ફલો થશે. જુલાઇ માસમાં અતિવૃષ્ટિ ગોંડલ તાલુકામાં પહેલી વાવણી થશે તેમ રમણીભાઇ વામજાએ જણાવ્યું છે.

તા. ર૬/પ/૧૯ થી ૩૦/૬/૧૯ રોહીણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ, તા.૩/૬/૧૯ કેરળમાં વરસદાનું આગમન, તા.૧૦/૬/૧૯ થી ૧૩/૬/૧૯ ગુજરાતમાં આગમન, બંગાળનો કરંટ તા.રર/૬/૧૯ થી ર૪/૬/૧૯ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર વરસાદ તા.૩૦/૬/૧૯ થી ર/૭/૧૯ સારો વરસાદ, તા.૯/૭/૧૯ થી ૧ર/૭/૧૯ અતિ ભારે વિસ્તાર, અમુક વિસ્તારમાં સાધારણ વરસાદ, તા. ૧૮/૭/૧૯ થી ૧૯/૭/૧૯ સાધારણ વરસાદ. તા.રપ/૭/૧૯ થી ર૯/૭/૧૯ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ. તા. ૮/૮/૧૯ થી ૧૦/૮/૧૯ સાધારણ વરસાદ. તા. ૧૬/૮/૧૯ થી ૧૯/૮/૧૯ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાત્રી વરસાદ. તા. ર૯/૮/૧૯ થી ૩૧/૮/૧૯ સાધારણ વરસાદ. તા.પ/૯/૧૯ સારો વરસાદ (અનુરાધા નક્ષત્ર). તા.૧૦/૯/૧૯ થી ૧૪/૯/૧૯ ગાજવીજ સાથે વરસાદ. તા.ર૭/૯/૧૯ થી ૩૦/૯/૧૯ હાથીયા નક્ષત્રમાં બપોર પછી મંડાણી વરસાદ. અમરેલી/ગોંડલ વિસ્તાર. તા.૮/૧૦/૧૯ થી ૧૦/૧૦/૧૯ હાથીયા નક્ષત્રમાં બપોર પછી મંડાણી વરસાદ નોરતા અને ૧૬ આની વરસ ચોમાસું ૧૦૦% સારૂ રહેશે તેમ વામજા રમણીકભાઇ ડાયાભાઇ વર્ષા વિજ્ઞાન મંડળ સભ્ય વંથલી (સોરઠ), જિ. જુનાગઢએ જણાવ્યું હતું.

(11:44 am IST)