Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગોંડલમાં થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ

ગોંડલ : એલજી ઇલેકટ્રોનીકસ રરમી વર્ષગાંઠ નિમિતે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો હતો. ૩૧,૨૦૦ સીસી રકતદાન એકત્ર થયુ. ૧૦૦ ગરીબ બાળકોને નાસ્તો કરાવી વર્ષગાંઠ ઉજવી.વસંત ઇલેકટ્રોનીકસ દ્વારા ફોરેસ્ટ યુથ કલબના સહયોગથી રકતદાન કેમ્પના આયોજનમાં ૧૦૪ વ્યકિતઓએ રકતદાન કરેલ.રકતદાન કેમ્પને સફળ બનાવવા એલજી ગ્રુપના મયુર રાજપરા, જિમ્મીભાઇ સીણોજીયા, વસંતભાઇ પટેલ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઇ દવે તથા એલજી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. પીઆઇ શ્રી રામાનુજ પીએસઆઇ શ્રી ઝાલા હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી. રકતદાન કેમ્પ યોજાશે તે તસ્વીર.

(11:43 am IST)