Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હળવદમાં ચકલીઓને બચાવવા માટે અનેરો પ્રયાસ : પુઠાના બોકસ અને માટીના માળામાં ચકલીઓને આશરો

હળવદ  તા. ૧૭ : ચકલી એક એવું પક્ષી છે તેને માનવીનો સવાસ ગમે છે ચકલીની ચી .ચી .યારી ભર્યા અવાજો અને તેની નિર્દોષતા લોકોને પણ ગમે છે ચકલી એક એવું ઙ્ગનાનુ પક્ષી છે કે પોલાણવાળી જગ્યામાં માનવીના ઘરોમાં રહી શકતું પરંતુ વર્તમાન આધુનિક સમયમાં માનવીના મકાનો કોંક્રેટ ભર્યા પાકા બન્યા છે.

પોલાણ જેવી જગ્યાઓ લુપ્ત થતી જતી અને ઙ્ગતેને રહેવાનું પણ મુશ્કેલ બન્યું જેમ સમય જતા ચકલીઓની જાતિ સંખ્યા દેખાતી ઓછી થતી લાગે પરંતુ માનવીને આ નાના પક્ષી ચકલી પ્રત્યે એક અનોખી લાગણી જાગી છે તેથી જ લોકો ચકલીઓ માટે પુઠાના માળા કે પછી માટીના માળાઓ પોતાને અનુકૂળ પળે તેવી જગ્યાએ પોતાના ઘરમાં કે વૃક્ષ પર લગાવવા લાગ્યા છે જેથી લુપ્ત થતી ચકલી જાતિઓ લુપ્ત થતી અટકી છે.

આ માટે માટી લોકો જાગૃતા પણ આવી છે જે બિરદાવવા જેવી છે પોતાના ઘરમા બાંધેલા ચકલીના ઙ્ગમાળામાંથી ઙ્ગકે પછી આસપાસ વૃક્ષો પર બાંધેલા ઙ્ગમાળા ઙ્ગમાથી ચકલીની ચિચિયારીઓ સાંભળવા મળતી રહી છે જે પક્ષી પ્રત્યે હજી પણ લોકોને એટલે જ લાગણી છે તેનો પોતાના ઘરે ચકલીઓ માટે માળો બાંધેલો હોય કે પછી વૃક્ષ માટીનો ઙ્ગમાળો બાંધેલો હોયતે દેખાય એ આજે પણ માનવીની સાચી લાગણી પરિચય આ ચકલી માટે બાંધેલા માળાઓ પરથી મળી રહ્યો છે.

(11:40 am IST)