Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કચ્છના ગાંધીધામ રેલવે યાર્ડમાં અજાણ્યા યુવકની હત્યા : હત્યા કરનારાની શોધખોળ

ભુજ તા. ૧૭ : ગાંધીધામ રેલવે પોલીસને ગઈકાલે રેલવે યાર્ડની પડતર જમીનમાં કોઈ લાશ હોવાનો ફોન આવ્યો હતો. જેને આધારે તપાસ કરતાં ૩૦ વર્ષીય અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસે મૃતક યુવાનની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ, હજી સુધી લાશની ઓળખ થઈ શકી નથી. હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા રેલવે પોલીસે નજીકના સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત પણ હાથ ધરી છે.

દરમિયાન પોલીસે આ યુવાનની ઓળખ માટે જાહેર અપીલ પણ કરી છે. અત્યારે તેનો મૃતદેહ ગાંધીધામની રામબાગ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે.

(11:40 am IST)