Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ભાવનગરમાં ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલીને ર લાખની માલમત્તાની ચોરી

ભાવનગર, તા. ૧૭ : ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ સાકેત કોમ્પલેક્ષના ત્રીજા માળે ફલેટ નં. ૩૦રમાં રહેતા લાલજીભાઇ નાથાભાઇ કાપડીયા તેના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ બંધ ફલેટના તાળા ડુપ્લીકેટ ચાવી વડે ખોલી રૂમમાં પ્રવેશી લોખંડના કબાટનું લોક તોડી તેમાં રહેલ સોના-ચાંદીના  તેમજ રોકડ રૂપિયા ૩૩ હજાર મળી કુલ રૂ. ૧૭૧૦૦૦ના મુદામાલની ચોરી કરી નાસી છૂટયા હતાં.

આ અંગે લાલજીભાઇ કાપડીયાએ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)