Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી

જૂનાગઢ તા.૧૭: માર્કેટીંગ યાર્ડ દ્વારા જુનાગઢ તાલુકાના અને શહેરના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત મૃત્યુ વીમા પોલીસી અંતર્ગત વીમો લીધેલ છે. જેનું તમામ પ્રિમીયમ માર્કેટીંગ યાર્ડ ભરે છે. આ બાબતે જુનાગઢ તાલુકા અને શહેરના તમામ ખાતેદાર ખેડૂતોને ખાસ સુચના આપવામાં આવે છે કે, જયારે કોઇ પણ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે, કુવામાં પડી જવાથી, ઝેરી જનાવર કરડવાથી, જંતુનાશક દવા ચડવાથી (પીવાથી નહીં) વિગેર વિગેરે રીતે અકસ્માતે મૃત્યુ થાય તો મૃતકના વારસદારે આઠ કે દસ દિવસમાં માર્કેટીંગ યાર્ડ-જુનાગઢ કાર્યાલયનો કોન્ટેક કરી અરજી ફોર્મ મેળવી જોઇતા ડોકયુમેન્ટ સાથે તાત્કાલીક અરજી ફોર્મ રજુ કરવાનું રહેશે.

ઇન્સ્યુરન્સ કંપનીના જણાવ્યા અનુસાર ખાતેદાર ખેડુતના મૃત્યુની તારીથી ૩૦-દિવસ દરમીયાન અરજી ફોર્મ ડોકયુમેન્ટસ સાથે રજુ કરવાનું રહેશે. સમય મર્યાદાબહાર અરજી પત્ર રજુ થશે તો વીમાનો લાભ મળી શકશે નહીઉ જેની નોંધ લેવી. જુનાગઢ તાલુકાના ગામડા તથા શહેરમાં ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુથાય તો તાત્કાલીક ધોરણે મૃતકના વારસદારે માર્કેટીંગ યાર્ડ-જુનાગઢનો સંપર્ક કરવા માર્કેટીંગ યાર્ડ-જુનાગઢના સેક્રેટરી પી. એસ. ગજેરાની યાદીમાં જણાવ્યું છે.

(11:38 am IST)