Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચોટીલા - સાયલા પંથકમા ઝાપટાઃ ઉકળાટ યથાવત

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડોઃ બપોરે ધોમધખતો તાપ

તસ્વીરમાં ચોટીલા-સાયલા પંથકમાં ઝાપટા વરસતા નજરે પડે છે. (તસ્વીરઃ ફલઝ ચૌહાણ-વઢવાણ)

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે અને પવનના સૂસવાટા સાથે ધૂપ-છાંવવાળુ વાતાવરણ આજે પણ યથાવત છે.  બુધવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કયારેક અચાનક વાદળા થવાઈ જાય છે તો કયારેક તડકો છવાઈ જાય છે. આવા વાતાવરણ વચ્ચે બપોરના સમયે અસહ્ય બફારાનો અહેસાસ થાય છે.  જો કે મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે તેમ છતા પણ ગરમીની અસર બપોરના સમયે વધુ થાય છે.

વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા અને ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. અને વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.કમોસમી ઝાપટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જામનગર

 જામનગર : આજનું હવામાન ૩૬.પ મહત્તમ, ર૬.ર લઘુતમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧ર.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી

(11:35 am IST)