Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મીઠાપુરમાં રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા જલારામ એકતા લીગ રાત્રી પ્રકાશ ટૂર્નામેન્ટ

મીઠાપુરઃ ઓખા મંડ ળ તાલુકાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા એક રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ટૂર્નામેન્ટ તા. ૫ થી ૧૫ સુધી યોજાઈ હતી. ઓખા મંડળની ટોટલ ૧૩ જેટલી રઘુવંશી ટીમો એ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ દ્વારકા અને મીઠાપુરની ક્રિકેટ ટીમ વચ્ચે યોજાયો હતો કે જેમાં દ્વારકાની ટીમે મેદાન મારી આ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. આ ફાઈનલ મેચને નિહાળવા માટે રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના અનેક આગેવાનોને આમંત્રણ અપાયુ હતું. જામનગર લોહાણા જ્ઞાતિ પ્રમુખ અને સેવાભાવી જીતુભાઈ લાલ, ઓખા લોહાણા મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ, મોહનભાઈ બારાઈ, ઓખા મરીન પીએસઆઈ શ્રી રોહડિયા, મીઠાપુર લોહાણા મહાજન પ્રમુખ અશોકભાઈ પોપટ, મીઠાપુર ટાટા કંપનીના એચ.આર. હેડ દિનેશ શુકલા, ટાઉન અધિકારી વિજયભાઈ ત્રિવેદી ઉપરાંત પ્રખર શિવભકત અને ગૌભકત પબુભા વિરમભા માણેક ઉપરાંત અન્ય અનેક આગેવાનો જોડાયા હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો હેતુ જ્ઞાતિજનો વચ્ચે નિકટતા વધે તે ઉમદા ઉદેશ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો. આયોજનમાં મીઠાપુરના ગોલ્ડન જ્યુબેલીનું ગ્રાઉન્ડ જાણે સ્ટેડીયમમાં ફેરવાઈ ગયુ હોય તેવી પ્રતીતિ થઈ રહી હતી. આવા આયોજન બદલ આગેવાનોએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(10:15 am IST)