Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પીપાવાવ નજીક ચક્કાજામ : ટાયરો સળગાવ્યા

ગેરકાયદે દબાણો હટાવી જમીનો ખૂલી કરવાની માંગ : લોેકો રસ્તા ઉપરઃ આંદોલન ઉગ્ર બન્યું: જી.એસ. સેલ કંપની સામે પણ રોષ

અમરેલી, તા.૧૭:રાજુલા તાલુકા પીપાવાવના ગ્રામજનો વહેલી સવારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પીપાવાવ ધામ ચોકડી પાસે મહિલા ઓ પુરુષો રહી ૧૦૦ જેટલા લોકો ના ટોળા એ ન્યાય આપો ન્યાય આપો ના નારા સાથે  ટાયરો સળગાવી ચકાજામ કરી દીધો  હતો તેથી વાહનો ની લાગી મોટી કતારો ઉગ્ર સુત્રોચાર સાથે મહિલા ઓ પુરુષો નું ટોળુ રસ્તા પર બેસી ગયું હતું અને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો ટાયરો અહીં સળગી ઉઠતા ધુમાડા ના ગોટેગોટા  હતા જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા સાથે સાથે અહીં પોલીસ પણ આસપાસ ના પોલીસ સ્ટેશન ની દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો ર દિવસ પહેલા નાગેશ્રી નજીક ચકાજામ કર્યો હતો ત્યાર બાદ ફરીવાર અહીં ચક્કાજામ કરતા આંદોલન વધુ મજબૂત અને ઉગ્ર બની રહ્યુ છે

 અહીં આવેલી ગેર કાયદેસર જમીનો હટાવો આ પ્રકાર ની ઉગ્ર માંગસાથે લોકો રસ્તા પર આવી ગયા છે જેને લઇ ને આ આંદોલન દિવસે દિવસે ઉગ્ર બનતું જાય છે જેના કારણે આવતા દિવસો માં વધુ નારાજગી ઉભી થાય તેવી શકયતા છે અહીં આવેલી જીએસ્સેલ કંપની સામે પણ આ ગામ ના  લોકો એ મોરચો માંડ્યો છે ગામ ના લોકો ને રોજગારી આપે તે પ્રકાર ની માંગ છે તેમ છતાં  અધિકારી ઓ હજુ સુધી આ છાવણી ની મુલાકાતે આવ્યા નથી જેને લઇ ને નારાજગી ઉભી થઈ છે આ પીપાવાવ ગામ ના સરપંચ સહીત લોકો ની વિવિધ માંગણી હજુ સંતોષાયું ન હોવાનો આક્ષેપ કરી રહ્યું છે તંત્ર અહીં એવો દાવો કરે છે તમામ કામગીરી તંત્ર તરફ થી પૂર્ણ કરી દેવા માં આવી છે અને રાજકીય આગેવાનો આ છાવણી ની સતત મુલાકાત લઇ રહયું છે

(4:21 pm IST)