Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

યુવાન ૮ લાખનું કરીને પરત આવ્યો પણ આંદામાન નિકોબાર પોલીસ પકડી ગઇ

ખંભાળીયા, તા. ૧૭ : તાલુકાના સલાયા ગામનો સાલેમામદ અબ્બાસ બંધણી નામનો ર૩ વર્ષનો યુવાન અગાઉ કામ માટે આંદામાન નિકોબાર ગયેલો જયાં તેણે તેના મામાના દિકરાની મદદથી કંપનીનો કોરો ચેક રૂ. આઠ લાખનો મેળવીને આ ચેકમાં પોતાનું નામ નાખીને ખંભાળીયાની કોર્પોરેશન બેંકમાંથી આ રકમ ઉઠાવી લેતા બનાવ અંગે આંદામાન નિકોબાર દ્વીપ સમૂદ્રના કેન્દ્ર શાસિત વિસ્તારમાં પોલીસ ફરીયાદ થતાં આંદામાનની પોલીસ ગઇકાલે તપાસ કરતી કરતી સલાયા પહોંચી હતી.

સલાયા પો.ઇ. પી.ડી. સોલંકીને જાણ કરતા પી.આઇ. પિયુષ સોલંકી, જમાદાર રાજભા જાડેજા, બોઘાભાઇ ચેતરીયા, કોન્સ. મુકેશભાઇ, ભાયાભાઇ તથા રોહિતભાઇ વિ.એ. શોધખોળ કરીને ચેક વટાવનાર સાલેમામદ બંધણીનો કબ્જો મેળવીને આંદામાન પોલીસને સોંપતા કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્સફર રીમાંડ મેળવીને તેનો કબ્જો લઇને આંદામાન લઇ જવા તૈયારી હાથ ધરી છે.

(4:19 pm IST)