Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પાછળથી એસ.ટી. બસ ભટકાતા ટ્રક ત્રાસો ઢસડાતા વ્હીલમાં આવી જતા બીજા ટ્રકના ચાલકનું મોત

જામનગરમાં બનેલી ઘટના : પિતાએ દારૂ પીવાની ના પાડતા યુવાને ફાંસો ખાધો : કુંડીમાં પડી જતા બાળકનું મોત

જામનગર તા. ૧૭ : : અહીં પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અર્જુનરાય રામશીયાકરાય એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અર્જુનરાય ટ્રક જી.જે.૧૦ ટી.વી. ૯૯૮૭ નો ચાલુ કરી વૃન્દાવન રેસ્ટોરેન્ટ સામે મોમાઈ ટ્રાન્સપોર્ટ ના ગેઈટ સામે હાપા ગામ પાસે થી રીવર્સ માં લેતો હોય અને મોમાઈ ટ્રાન્સપોર્ટ ના ટ્રક નં. જી.જે.૧૦ ઝેડ ૯૯૯૪ ના ડ્રાઈવર સુખવીર કટાભાઈ કુશવા સાઈડ અપાવી ટ્રક લેવડાવતો હોય તે દરમ્યાન એસ.ટી. બસ નં. જી.જે.૧૮ ઝેડ–૧૮૧૩ ના ચાલક ઈશ્વરભાઈ પ્રજાપતી એ બસ ટ્રક નં.જી.જે.૧૦ ટી.વી. ૯૯૮૭ના પાછળ ના ઠાઠાના ભાગે ભટકાડી દેતા ફરીયાદી અર્જુનરાય નો ટ્રક રોડ ઉપર ત્રાસો ઢસડાતા તેના ટ્રકના વ્હીલમાં ટ્રક નં. જી.જે.૧૦ ઝેડ –૯૯૯૪ નો ડ્રાઈવર સુખવીર કટાભાઈ કુશવા આવી જતા તેનું મોત નિપજેલ છે.

મોટરસાયકલ ચોરાયું

મેઘપર પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રભાઈ તુલશીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, રીલાયન્સ કંપનીના પ્રોજેકટ ગેટની અંદર વાહન પાર્કિંગમાં નરેન્દ્રભાઈએ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ નં. જી.જે.૧૦–બી.એફ–૯૩૮૩ મોડલ નં. ર૦૧ર બ્લેક સીલ્વર કલર પટ્ટાવાળુ કિંમત રૂ. રર૦૦૦નું મોટી ખાવડી રીલાયન્સ કંપનીના પ્રોજેકટ ગેટની અંદર પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પાણીની કુંડીમાં પડી જતા

અહીં રંગમતી પાર્ક–૩, માં રહેતા કેતનભાઈ ડાભલાલ, ઉ.વ.ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, અક્ષીલ કેતન ડાભલાલ પરમાર, ઉ.વ.ર, રે. રંગમતી પાર્ક–૩, જામનગરવાળો રંગમતી પાર્કમાં આવેલ પોતાની વાડીમાં પાણીની કુંડી આવેલ હોય જેમા પોતે રમતા રમતા પડી જવાથી પાણીમાં ડુબી જવાથી સારવાર માટે હોસ્પિટલમાં લાવતા મરણ ગયેલ જાહેર કરેલ છે.

ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

અહીં રમણપાર્ક શેરી નં.–ર, સાઈબાબા મંદિર પાસે રહેતા હંસાબેન રાજેશભાઈ નાથાભાઈ રાઠોડ ઉ.વ.પ૦, એ પોલીસમાં જાહેર કરેલ છે કે, જયેશભાઈ રાજેશભાઈ રાઠોડ, ઉ.વ.રપ, રે. રમણપાર્ક શેરી નં.–ર, સાઈબાબા મંદિર પાસે, જામનગરવાળાને દારૂ પીવાની ટેવ ધરાવતો હોય ઘરમાં રૂપિયા આપતો નહીં તથા તેના બાપુજીએ દારૂ પીવાની ના પાડતા પોતાને મનમાં લાગી જતા પોતાની જાતે પંખા સાથે કપડાના દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

(12:53 pm IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST