Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૪ર-માંથી પર૮ કામો પ્રગતિમાં: ૪૭૭ર શ્રમીકોને રોજીરોટી મળે છે

જળસંચયના કામોમાં મનરેગા યોજના હેઠળ

જામખંભાળીયા તા. ૧૭ : ગુજરાત સરકાર દ્વારા જળ સંચય યોજનાના સંદર્ભમાં શરૂ કરાયેલી સુજલામ સુફલામ યોજનામાં દેવભૂમિ દ્વારકામાં હાલ ૪૭૭ર શ્રમીકોને રોજીરોટી પ્રાપ્ત થઇ રહી છ.ે

દ્વારકા જિલ્લાના સુજલામ સુફલામ યોજનાના કન્વીનર મેઘજીભાઇ કણઝારિયાએ જણાવ્યું હતું. કે ખંભાળીયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાઓમાં હાલ જળસંચયના કામો ચાલે છ.ે જેમાં તળાવો ઉંડા કરવા ડેમો ઉંડા કરવા ચેકડેમોમાંથી કાપ કાઢવો, નહેરો અને કેનાલો સાફ કરવી વિ.કામો ચાલેછે.જેમાં લોક ભાગીદારી અને સરકારના પ્રયાસોથી સૌથી વધુ લોકોને ગ્રામ્ય વિસ્તારમાં રોજીરોટી મળવાની સાથેસાથે જળ સંચયના કામો પણ થાય તે માટે મનરેગા યોજનાનો ભરપુર ઉપયોગ જળ સંચયમાં થયો છ.ે

હાલ ૪૭૭ર જેટલા ગ્રામ્ય શ્રમીકો જળ સંચયના આ કાર્યોમાં લાગેલા છે અને રોજીરોટી મેળવી રહ્ય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬૪ર કામોમાંથી પર૮ કામો હાલ પ્રગતિમાં છે ત્થા ૯૧ કામો સંપૂર્ણ રીતે પુરા થઇ ગયા છે. તથા હવે રોજેરોજ કામો જે ચાલુ છે તે અંતિમ પડાવ તરફ જઇ રહ્યા છ.ે રોજરોજ વધુને વધુ કામો પુર્ણ થશે.

(12:52 pm IST)