Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાજુલાના સમઢીયાળામાં દલિત યુવાનની હત્યા

ગામના ઓટા ઉપર બેસી ટ્રાન્સપડીનું કામ કરતા અમૂક લોકોને ગમતુ ન હતું: અગાઉ પણ ઝઘડો થયેલ

અમરેલી, તા.૧૭: રાજુલા ના તાલુકા ના છેવાડા ના સમઢીયાળા ૧ ગામ ગત રાત્રી ના મારામારી સર્જાતા મામલો હત્યા માં પલટાતા દરિયાકાંઠા ના વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે

 વિગત એવા પ્રકાર ની છે અહીં રહેતા જેન્તીભાઇ કાંતિભાઈ મારૂ ઉમર વર્ષ રપ  ટાન્સપોટનું કામ કરતા હતા અને ચેલાએકાદ મહિના થી ગામના બાપાસીતારામ ઓટે બેસી કામ કરતા હોવાને કારણે ગામ ના કેટલાક લોકોને ગમતું ન હોવાને કારણે અગાવ પણ બોલાચાલી કરેલી હતી.  ૧૦ આરોપી એ લાકડી પાઇપ ધોકા વડે માર મારવા માં આવ્યો હતો ત્યાર બાદ ગંભીર ઇજા ઓ થતા તેમને પ્રથમ મહુવા હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા વધુ ગંભીર લગતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં  મોત નિજપતા આખો મામલો હત્યા માં પલટાયો છે આ ઘટના ની જાણ પીપાવાવ મરીન પોલીસ ને થતા પી.એસ.આઈ.વિજય સિંહ પરમાર પોલીસ કાફલો ભાવનગર હોસ્પિટલ દોડી જતા મૃતક ના પત્ની ભાવનાબેન એ પોલીસ ને ફરિયાદ આપી છે

જેમાં ખોડાભાઈ ભગવાનભાઇ મકવાણા,અરવિંદભાઈ ભાણાભાઈ મકવાણા,લાલાભાઇ રૂખડભાઈ ગુજરીયા,અરવિંદભાઈ ખોડાભાઈ મકવાણા,કાળુભાઇ અરજનભાઇ મકવાણા,કિશોરભાઈ બાબુભાઇ ધૂંધવાળીયા,વિઠ્ઠમભાઈ ગોવિંદભાઇ ગુજરીયમ,બટુકભાઈ કાનાભાઇ મકવાણા,જેરામભાઈ કાનાભાઇ ગુજરીયા,વિૃણુભાઈ છગનભાઇ બામભણીયા, આ તમામ રહેવાસી સમઢીયાળા  ૧ ના છે આ તમામ સામે હત્યા અને એટ્રોસિટી ની પોલીસ ફરિયાદ નોંધવા ની કાર્યવાહી હાથ ધરી છે આરોપી હત્યા કરી આવિસ્તાર છોડી ફરાર થયા હોવાને કારણે મૃતક ના પરિવારજનો દ્વારા આરોપી પકડાયા બાદ લાશ સ્વીકારવા ની ચીમકી ઉચ્ચારી દેવા માં આવી છે જોકે આ હત્યા સમઢીયાળા થી પતવા તરફ જવા ના માર્ગે બાપાસીતારામ ની મઢી પાસે  થઈ સાથે સાથે જે મૃતક નું બાઈક મળી આવ્યું છે તેમાં મરચા ઉડેલા જોવા  મળી રભ છે

સૂત્રો પાસે થી એવી પણ વિગતો મળી રહી છે કે, પ્રથમ આરોપી ઓ એ મૃતક ની આંખ માં મરચા નાખી માર મારવા માં આવ્યોે પરંતુ આ પ્રકાર ની વાત માં પોલીસ સમર્થન આપતી નથી અને ફરિયાદ માં પણ આવો ઉલ્લેખ કરવા માં આવ્યો નથી જેને લઇ ને પોલીસ કહી રહી છે તપાસ બાદ ખબર પડે હાલ માં પોલીસ આરોપી ને ઝડપી પાડવા માટે ના ચઠ્ઠોગતિમાન કરી રહી છે પરંતુ  હજુ સુધી માં કોઈ આરોપી પોલીસ ના હાથ માં આવ્યા નથી આરોપી ફોરવીલ કાર સાથે હુમલો કરવા આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છેે સમઢીયાળા ૧ માં હત્યા થતા આસપાસ ના ગામો માં ચકચાર મચી જવા પામી છે

(12:52 pm IST)
  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST