Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાજુલા પાસે ટ્રક હડફેટે બાઇક ચડી જતા પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત

દોલતીના ચંપાબેન વિરાણી ખાંભા લોટી ઉત્સવમાં જતા'તાઃ ગ્રામજનો દ્વારા ટ્રકના કાચ ફોડી નખાયા : ડ્રાઇવર નાસી ગયો

અમરેલી તા. ૧૭ : રાજુલાના વાવડી આગરીયા વચ્ચે આવેલ માર્ગ પર ટ્રક વાવડી તરફ થી અવતો   હતો અને બાઈક ચાલક દોલતી તરફ ખાંભા લોટી ઉત્સવ પ્રસંગ માં જતા હતા ત્યારે ટ્રક ચાલાક જી.જે.૧૪એકસ ૩૦૪૬એ હડફેટે લેતા ચંપાબેન ખીમજીભાઈ વિરાણી ઉમર પપ રહે દોલતી નું ઘટના સ્થળે મોત નીપન્નયું હતું અને તેમના પુત્ર શૈલેષભાઇ નો બચાવ થયો હતો અને સ્થાનિક લોકો દ્વાર ટ્રકના કાચ ફોડી નાખવામાં આવ્યા છે અને ટ્રક ચાલક અકસ્માત સર્જી અહીં થી નાચી છૂટ્યો છે.

રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત ની ફરિયાદ લઇ ડ્રાઇવરને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની જાણ થતા ધનસુખભાઇ સહીત પોલીસ સ્ટાફ અહીં દોડીઆવ્યો હતો અને લાશ ને પી.એમ. માટે રાજુલા હોસ્પિટલ માં ખસેડવા માં આવી હતી પરંતુ આ ઘટનામાં પુત્રની નજર સામે માતાનું મોત થયું છે ખાંભા લોટી ઉત્સવમાં પોચે તે  પહેલા તેમને કાળ આંબી ગયો હતો જેના કારણે પરિવારજનોમાં પણ ગમગીની છવાય હતી.

(12:52 pm IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST