Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ગીર જંગલમાં ૩૫ વર્ષ જુના ચંદનના પાંચ ઝાડનું કટીંગ? : ફરી ચંદન ચોર ટોળકી સક્રિયઃ લાકડા સ્થળ પર જ યથાવત

જુનાગઢ તા ૧૭ : ગીર જંગલમાં ૩૫ વર્ષ જુના ચંદનના પાંચ ઝાડનું કટીંગ થયાનું જાણવા મળેલ છે. ગીર જંગલમાં સાસણ પાસે કમલેશ્વર ડેમ જવાના રસ્તા પર અજાણ્યા શખ્સોએ ૩૫ વર્ષ જુના ચંદનના પાંચ વૃક્ષનું કટીંગ કર્યાની વિગતો જાણવા મળી છે.

ચંદનના વૃક્ષોનું કટીંગ થયા બાદ તેના લાકડા સ્થળ પર જ પડયા હોવાનું પણ જાણવા મળેલ છે.

આ બાબતથી વનવભાગ વકેફ હોવા છતાં કંઇ પણ પગલા લેવામાં નહી આવતા અનેક સવાલ ઉપસ્થિત થયા છે કમલેશ્વર ડેમ પાસે ચંદનના પાંચ વૃક્ષોના કટીંગથી ગીર જંગલ વિસ્તારમાં ચંદન ચોર ટોળકી ફરી સક્રીય થઇ હોવાનું મનાઇ છે.

(12:51 pm IST)