Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

માળિયા હાટીનાથી સાસણગીર સુધીનો રોડ ત્રણ ગણો પહોળો... પ્રવાસીઓને સુવિધા,ખુશીનું મોજૂ

૨૯ કિ.મી.ના રોડને ૧૭ કરોડના ખર્ચે મઢાયોઃ સફારી પાર્ક, દેવળીયા જનારાને ઉપયોગી બનશે

માળિયાહાટીના તા.૧૭: અહીથી સાસણગીર સુધીના ૨૯ કિલોમીટરનો રોડ ૧૭ કરોડના ખર્ચે નવિનીકરણની સાથેજ ત્રણ ગણો પહોળો થઇ જતા સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓમાં ખુસીનું મોજૂ પ્રસર્યુ છે.

ગીરનો પ્રારંભ માળીયા હાટીનામાથીજ થાય છે પણ માળીયાથી સાસણગીર સુધીનો ૨૯ કીમીનો ડામર રોડ સીંગલ પટીનો ૩ થી ૪ મીટર પહોળો હતો. એટલે મોટા ભાગે સફારી પાર્ક જવા માટે પ્રવાસીઓને માળીયાના બદલે અન્ય ગામોથી જવુ પડતુ હતુ... પણ હવે ગળોલ્ટથી સાસણગીર  ૨૯ કી.મી.ન ડામર રોડ ત્રણ ગણો ૧૦ મીટરનો પહોળો બની ગયો  છે.

અંદાજે રૂ.૧૭ કરોડના ખર્ચે નવો ડામર રોડ તૈયાર થતાજ વાહન ચાલકો ખુશ ખુશાલ થઇ ગયા છે. હવે માળીયા હાટીનાથી સાસણગીર સફારી પાર્ક  દેવળીયા જવા માટે વાહન ચાલકોને ઉપયોગી બનશે.

(12:51 pm IST)