Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કુતિયાણાના છત્રાવામાં તીનપતી જુગાર રમતા ૮ શખ્સો ૩૪ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા ૧૭ : કુતિયાણાના છત્રાવામાં રહેણાંક મકાનમાં તીનપતી જુગાર રમતા વસ્તા નાનુભાઇ, મેર ભાયા, મહેશ નાથા, રાજા પુંજા, નેભા સાજ્ણા, હરેેશ કાંતિભાઇ, દિલીપ લીલાભાઇ તથા મેર રાજાને કુતિયાણા પીએસઆઇ એમ.એમ. ગઢવી એ પકડી પાડેલ છે.

જુગાર રમતા શખ્સો પાસેથી ૩૪૭૦૦ રોકડ મળી આવી છે પોલીસે કાર્યવાહી કરી છે (૩.૫)

(11:57 am IST)