News of Thursday, 17th May 2018

ધોરાજીના પ્રાંત અધિકારી સાથે ગેરવર્તણૂંક અંગે ધારાસભ્ય સામે પગલાં લેવા રજૂઆત

ગોંડલ, તા.૧૬: ધોરાજી ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ જાહેર કાર્યક્રમમાં પ્રાંત અધિકારીને ધમકી મુદ્દે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા વિધાનસભા અધ્યક્ષ તેમજ રાજયપાલને બનાવનું વિડિયો રેકોર્ડિંગ ની સીડી આપી રજૂઆત કરવામાં આવી છે.

સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ દવે દ્વારા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ને તાજેતરમાં જ ધોરાજી ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં લલીતભાઈ વસોયા દ્વારા તુષારભાઈ જોશી સાથે ગેરવર્તણૂક કરી હતી. ઘટના અંગે તાકીદે પગલા લેવા માંગ કરી છે. ઉપરોકત આગેવાનોએ પ્રાંત અધિકારી ગેરવર્તણૂક ને સમગ્ર સમાજ સાથેની ગેરવર્તણૂક સમાન ગણાવી છે.

ઘટના અંગે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ જયેશભાઈ દવે દ્વારા ધારાસભ્યો લલિતભાઇ વસોયાએ નો સંપર્ક કરવા પ્રયત્ન હાથ ધરાયો હતો.

(11:56 am IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST