Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પોલીસને પડકાર...

સાવરકુંડલામાં શીંગદાણાના કારખાનામાં તસ્કરએ તાળા તોડયા : ૧.૭પ લાખ રોકડાની ચોરી

લુહાર પરિણિતાને સાસરીયાનો ત્રાસ : પોલીસમાં ફરીયાદ

સાવરકુંડલા, તા. ૧૭ : અહીં ખાતે શીંગદાણાના કારખાનાના તાળા તોડી તસ્કરે રૂ.૧.૭પ લાખની રોકડ ચોરી જઇને પોલીસને પડકાર ફેંકયો છે.

આ બનાવની વિગતો મુજબ સાવરકુંડલાના ભુવા રોડ ઉપર આવેલ શીંગદાણાના કારખાનામાંથી તસ્કરો સ્વછતા અભિયાન હાથ ધરી ૧ લાખ ૭પ૦૦૦ હજારની રોકડની ચોરી કરી ગયાનું ખૂલ્યું છે.

ભુવા રોડ ઉપર આવેલ આ શીંગદાણાના કારખાના ડેલાનો નકુચો તોડી ૧ લાખ ૭પ હજાર ચોરી અજાણ્યો શખ્સ નાસી ગયાની ફરીયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કાન્તીભાઇ અમરશીભાઇ (રહે. જેસર રોડ) સાવરકુંડલા વાળાએ નોંધાવેલ છે જે અંગે પોલીસે ગુન્હો નોંધી તસ્કરને પકડવાના ચક્રોગીતમાન કર્યા છે.

પરણિતા પર ત્રાસ

સાવરકુંડલાની લુહાર પરણિતાને સાસરીયા તરફથી માનસીક શારીરીક ત્રાસ આપતા હોવાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેના પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા લુહાર પરણિતા હીમાનીબેન વા/ઓ વીરલભાઇ પરમાર (ઉ.વ.ર૩) એ તેમની પતી ધીરલકુમાર તથા સાસરીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાઇ છે.

જેમાં ફરીયાદીને અવારનવાર દહેજ બાબતે મેણાતોણા મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી દહેજની માંગણી કરી ગળો આપી ફરીયાદીના પિતાને મરાવી નાખવાની ધમકી આપ્યાની વીરલકુમાર કિશોરભાઇ પરમાર (પતિ), સસરા કિશોરભાઇ પીતામ્બરભાઇ પરમાર, સાસુ રમાબેન કિશોરભાઇ પરમાર, નણંદ અંકીતાબેન તુર્કશભાઇ પરમાર તથા કાકાજી સસરા સંજયભાઇ પીતામ્બરભાઇ પરમાર એકબીજા મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)