News of Thursday, 17th May 2018

સુરેન્દ્રનગરમાં કીર્તિસિંહ રાણાના હસ્તે BOI ના 'ગોલ્ડ લોન સેલ' નો પ્રારંભ

ગઇકાલે બુધવારના રોજ બેંક ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગર, વઢવાણ તથા લીંબડી શાખા દ્વારા ગોલ્ડ લોન સેલનું ઉદઘાટન શ્રી કીર્તિસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શાખાના ચીફ મેનેજર શ્રી અતુલ પાઠકે ગોલ્ડ લોન અંગેની માહિતી આપી તથા શ્રી કિરણકુમાર રાઠીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે ગોલ્ડ લોન નાના તથા મધ્યમ વર્ગના માણસોને જલ્દી તથા સસ્તા વ્યાજે લોન મળે તથા શાહુકારના ચુંગાલમાંથી છુટકારો મેળવવા માટે બેન્કનો એક સારો પ્રયાસ છે. અને અંતમાં શ્રી એલા એમ સેનમાંએ વિરીત ગતીએ લોનની સુવિધા ઉપલબ્ધ થતા મધ્યમવર્ગ તથા ખેડૂતો યુવા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે તેમ શહેરમાં સામાજીક યુવા અગ્રણી શ્રી કીર્તિસિંહ રાણાએ જણાવ્યું હતું.

(11:55 am IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST