Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ધાંગધ્રામાં નાંધા રબારી પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા

હળવદ તા ૧૭ : નાંધા રબારી પરીવારનાંઙ્ગકોંઢવાળા અને ધાંગધ્રામાં રહેતા  દેવજીભાઇ કાનજીભાઇ રબારી દ્વારા સર્વે પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નું આયોજન કરેલ છે. જેમાં કથાના વ્યાસપીઠ ઉપર મહેન્દ્ર શાસ્ત્રી (વસ્તડીવાળા) આકર્ષક સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનું મેદાન ખાતે તો ૨૨ મે સુધી સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી છે. કથાકાર મહેન્દ્ર શાસ્ત્રી હાલ સુરેન્દ્રનગરમાં રહે છે અને તેઓ એક અનોખું ધર્મ કાર્ય કરી રહ્યા છે તેઓ એ અનેક જગ્યાએ અને શહેરોમાં કોઇપણ ભેટ સોગાદ લીધા વગર નિસ્વાર્થભાવે વિના મૂલ્યે કથા કરે છે તેમનું સુત્ર છે '' કુછ નહી લેના કુછ નહીં દેના, હમ સબ હરીનામ લેના''. મહેન્દ્ર શાસ્ત્રીની ધાંગધ્રા મુકામે રબારી નાંધા પરીવાર આયોજીત ૧૦૦ મી કથા છે.

(11:54 am IST)