Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

આતંકવાદી સાંઠગાંઠ ધરાવતા ગાંધીધામનો અલારખાખાન મહારાષ્ટ્ર ATS દ્વારા મુંબઇમાં ૨૫મી સુધી રીમાન્ડમાં

ભુજ તા. ૧૭ : મુંબઇના જૂહુ વિસ્તારમાંથી ગયા અઠવાડિયે પકડાયેલા શકમંદ ત્રાસવાદી ફૈઝલ હસન મિર્ઝાના સંપર્કમાં રહેતો હોવાની શંકા પરથી મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓએ કચ્છના ગાંધીધામમાંથી એક શખ્સની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં ૩૨ વર્ષીય અલ્લારખા ખાનને એના ઘરમાંથી પકડ્યો છે. એ ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનુ પ્રાથમીક રીતે સુત્રો જણાવી રહ્યા છે

ફૈઝલ મિર્ઝાએ એના ત્રાસવાદી જૂથના સભ્યોની મદદથી મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રાસવાદી હુમલાઓ કરવાનો પ્લાન ઘડ્યો હોવાની વિગતો પ્રાથમીક પુછપરછમાં સામે આવી હતી. મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ ગઈ ૧૧ મેએ ફૈઝલ મિર્ઝા ને ઝડપીને એ હુમલાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો જો કે

પૂછપરછ દરમિયાન મિર્ઝાએ ખ્વ્લ્ ના અધિકારીઓને એના સાગરીતો તથા એની સાથે સંપર્કમાં રહેનારાઓના નામ આપ્યા હતા. અલ્લારખા ખાન એમાંનો એક છે.

ફૈઝલ મિર્ઝા અને અલ્લારખા ખાન દુબઈમાં રહેતા ફારૂક દેવડીવાલા સાથે સંપર્કમાં રહેતા હતા.ફારૂક દેવડીવાલાએ ભારતમાં ત્રાસવાદી હુમલાઓ અને આત્મઘાતી બોમ્બ હુમલાઓ કરાવવા માટે મુંબઈમાં રહેતા ફૈઝલ મિર્ઝાને ભરતી કર્યો હતો.

મહારાષ્ટ્ર ATS અમલદારો હવે ગાંધીધામમાં થી ઝડપાયેલા અલ્લારખા ખાનની પૂછપરછ કરીને એનું બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે. મુંબઈની કોર્ટે અલ્લારખા ખાનને ૨૫ મે સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે જેમા તેની ભૂમીકા અંગે મહારાષ્ટ્ર ATS તપાસ કરશે સાથે ગુજરાતમા તેના અન્ય સંપર્કો અંગેની માહિતી ઓકાવવાના પ્રયત્નો થશે.જો કે, આ અંગે કચ્છના સ્થાનીક પોલીસ અધિકારીઓએ સત્તાવાર કઇ પણ ન જાણતા હોવાનુ જણાવવા સાથે મહારાષ્ટ્ર ATS એ કોઇ મદદ ન માંગી હોવાનુ જણાવ્યુ હતુ.

સૂત્રોનુ માનીએ તો સ્થાનીક ગુપ્તચર એજન્સી સહિત મહત્વની બ્રાન્ચ આ મામલે ગુપ્ત રાહે તપાસ કરી રહી છે કે ગાંધીધામથી ઝડપાયેલ અલ્લારખ્ખા ખાનના કચ્છમા મુળીયા કેટલા ઉંડા છે.બબ્બે બંદરો અને લશ્કરી મથકો ધરાવતા કચ્છ માંથી આતંકવાદી સાંઠગાંઠ ધરાવતા શખ્સની ધરપકડ એ ઊંડી તપાસ માંગી લે તેવી ઘટના છે.અલ્લારખા ખાન મૂળ કયાંનો છે,કેટલા વરસ થી ગાંધીધામ માં રહે છે?ગુજરાત સાથે તેનું શું કનેકશન છે?ગુજરાતમાં તે કયાં કયાં ફર્યો છે?એવા અનેક સવાલો વચ્ચે હવે ગુજરાત પોલીસ પણ આ મામલે તપાસ કરી શકે છે.

(11:52 am IST)