Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

નાનાકુંડળનાં માનશીંગભાઇનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો

મૃતકનાં કાકાએ ઇલેકટ્રીક શોક લાગવાથી ભત્રીજાનું મોત થયાનું જાહેર કર્યુ

રસાનાળમા, તા.૧૭: અમરેલાના બાબરા તાલુકામાં નાનીકુંડળ ગામનાં દેવીપુજક માનશીંગભાઇ ઘનજીભાઇ વણોલીયા(ઉ.વ.૪૦)નો મૃતદેહ ગઇરાત્રે સીતાપર અને લીંબડીયા ગામ પાસે કઠાળિયાનાં જંગલમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે મૃતક માનશીંગભાઇનાં કાકા મશરૂભાઇ ચતુરભાઇએ પોલીસમાં જાહેર કર્યા મુજબ ઇલેકટ્રીક શોક લાગવાથી માનશીંગભાઇનું મોત થયું હતું બનાવન જાણ  થતાં ગઢડા(સ્વામીના)નાં ઢસા ગામનાં પોલીસ ઇન્સ્પેકટર સહીતનાં સ્ટાફે ઘટનાં સ્થળે પહોચી મૃતદેહને ગઢડા રેફરલ હોસ્પીટલે પોસ્મોર્ટમ અથે મોકલી આપ્યો હતો.

(11:52 am IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST