Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ખંભાળિયા : દ્વારકામાં પુરૂષોત્તમ મહિના નિમિતે પોલીસ, સફાઇ અને તરવૈયા ટીમની માંગણી

ખંભાળિયા તા. ૧૭ : પવિત્ર પુરૂષોત્તમ માસ શરૂ થયો છે ત્યારે પવિત્ર પુરૂષોત્તમ માસમાં દ્વારકાધીશના મંદિરમાં તથા પુરૂષોત્તમ ભગવાનનું એકમાત્ર મંદિર જિલ્લામાં ત્યાં આવેલુ છે ત્યા લોકો ભકતો ખૂબ જ આવતા હોય તથા આ માસમાં  ગોમતી સમુદ્ર સ્નાનનો મહિમા હોય હજારો ભાવિકો દ્વારકા આવતા હોય દ્વારકાના સામાજીક કાર્યકર અતુલભાઇ દવે તથા ખંભાળિયાના બ્રહ્મસમાજ અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ દ્વારકા જિલ્લા કલેકટર તથા જિ.પો.વડાને રજૂઆતો કરી છે.

દ્વારકા યાત્રાળુઓ ખૂબ જ હોય, ગોમતીઘાટ પર સ્ત્રી પુરૂષ પોલીસની વ્યવસ્થા કરવા, તરવૈયાની ટીમો રાખવા, લાઇટીંગ વ્યવસ્થા ગોઠવવા, ખિસ્સાકાતરૂઓના ઉપદ્રવ આ સમયમાં ખૂબ હોય ખાનગી ડ્રેસમાં પોલીસ મુકવા, કકળાશ કુંડ, બ્રહ્મકુંડ સાફ કરવા તથા સફાઇ વ્યવસ્થા, સીસીટીવી વધારવા માટે માંગ કરવામાં આવી હતી.

(11:50 am IST)
  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST