Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઉનાના પાલડીમાં જુગાર રમતા ૬ શખ્સો ૬૫૦૦ રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૧૭ :. પાલડી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ૬૫૦૦ રોકડા સાથે પકડી પાડયા હતા.

પાલડી ગામે જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હોય નવાબંદર મરીન પોલીસના કર્મચારી યુસુફખાન શેરખાન બેલીમ તથા સ્ટાફે પકડયા હતા. રામભાઈ ભગવાનભાઈ સોલંકી, વજુભાઈ સામત સોલંકી, મોહન બચુભાઈ વાજા, અમર ચનાભાઈ બાંભણીયા, રવિરાજસિંહ દિલીપસિંહ વાઘેલા, પ્રતાપસિંહ કેશુભાઈ વાઘેલા રે. પાલડીવાળાને પકડી પટ્ટમાં રહેલ રૂ. ૬ હજાર પાંચસો રોકડા તથા ગંજીપત્તા સાથે પકડી ધરપકડ કરી હતી.

દેલવાડાની પરીણિતાને માર મારી કાઢી મુકી

ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતી મનીષાબેન મહેશભાઈ સોલંકીને તેમના પતિ મહેશભાઈ ભીમાભાઈ, સાસુ જીણીબેન ભીમાભાઈ અને નણંદ મનીષા ભીમાભાઈ રે. દેલવાડાવાળા છેલ્લા ઘણા સમયથી 'તું પીયરથી કરીયાવર લાવી નથી, લઈ આવ' તેમ કહી ભુંડી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી શારીરીક, માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી મારી નાખવાની ધમકીની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તપાસ પીએસઆઈ આર.એન. રાજ્યગુરૂ કરી રહ્યા છે.

(11:49 am IST)