News of Thursday, 17th May 2018

ઉનાના દેલવાડામાં શિવ મહાપુરાણ સપ્તાહનો પ્રારંભઃ બ્રહ્માકુમારી દ્વારા ૧૨ જ્યોતિર્લીંગ દર્શન

ઉના, તા. ૧૭ :. દેલવાડામાં પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે સૌ પ્રથમવાર શિવ મહિલા મંડળ દ્વારા મછુન્દ્રી નદીના કાંઠે અંજાર-સીમર રોડ ઉપર શિવ મહાપુરાણ કથા પારાયણનો તા. ૧૭ ગુરૂવારથી પ્રારંભ થયેલ છે.

કથા સ્થળે ઉના પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્રના મુખ્ય સંચાલિકા હીરાબેનની આગેવાની હેઠળ બ્રહ્માકુમારી તથા કુમારો દ્વારા સમગ્ર ભારતભરમાં આવેલા બાર જ્યોતિર્લીંગનું પ્રદર્શન તથા ઈતિહાસની માહિતીનું પ્રદર્શન સાંજે ૬.૦૦ કલાકે ખુલ્લુ મુકાયેલ છે અને આખો દિવસ તે ખુલ્લુ રહેશે.

વધુમાં વધુ લોકો કથા શ્રવણ તથા દર્શનનો લાભ લેવા નિમંત્રણ ાપેલ છે. બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક પ્રવચન યોજાશે. આ શિવમહાપુરાણ તથા બાર જ્યોતિર્લીંગ પ્રદર્શન તા. ૨૫ શુક્રવાર સાંજ સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે ઉનાના પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્રમા હિરાબેનનો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(11:48 am IST)
  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST