News of Thursday, 17th May 2018

કચ્છમાં ઓરી-રૂબેલા સામે અભિયાન હાથ ધરાશે

ભુજ ખાતે ડ્રીસ્ટ્રીક ટાસ્કફોર્સ કમિટિની બેઠકમાં કરાયું વિસ્તૃત આયોજન

ભુજ, તા.૧૭ : કચ્છમાં ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પુરી પાડવા રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ખાસ અભિયાન હાથ ધરવા આજે ભુજ ખાતે કલેકટર કચેરીમાં ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઇઝેશન કમિટિ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરી વ્યાપક તૈયારીઓનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં કચ્છમાં અભિયાન હેઠળ ફેઝ-૪માં ૧૬મી જૂલાઇ,૨૦૧૮થી પાંચ અઠવાડિયા ચાલનારા રસીકરણના કાર્યક્રમને વ્યાપકપણે હાથ ધરવા આરોગ્ય વિભાગ દ્વારા માઇક્રોપ્લાનિંગ ઘડી કાઢવા ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

શ્રી જોષીએ જનજાગૃતિ સાથે હાથ ધરાનારા કાર્યક્રમ અંગે ખાસ કરીને સમાજમાં કોઇ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, તેમ જણાવી વાલીઓને આ કાર્યક્રમમાં સહયોગ આપવા પર ભાર મૂકયો હતો.

તેમણે આ અભિયાનમાં એનજીઓ, આર્મી, એરફોર્સ, રેલ્વે, ઔદ્યોગિક એકમોનો સહકાર લેવા સાથે જનજાગૃતિ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપતાં કચ્છમાં ઓરી અને રૂબેલા સામે હાથ ધરાનારા અભિયાન અંતર્ગત કોઇ પણ બાળક છૂટી ન જાય તેવું નકકર આયોજન દ્યડી કાઢવા અનુરોધ કર્યો હતો.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડેએ સમગ્ર જિલ્લામાં ૬.૯૩ લાખ  બાળકોને આવરી લેવા હાથ ધરાનારા અભિયાનને સફળ બનાવવા યોજાનારી તાલીમ, વર્કશોપ અને દ્યડાઇ રહેલા માઇક્રોપ્લાનિંગની રૂપરેખા આપી આરોગ્ય, શિક્ષણ અને આઇસીડીએસની કોર કમિટિના ગઠન સહિત સહયોગી સંસ્થાઓની ભાગીદારી ઉપર ખાસ ધ્યાન આપવા અધિકારીઓને જણાવ્યું હતું.

ડબલ્યુએચઓના ડો. કાબ્લેએ ઓરી અને રૂબેલા વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર કાર્યક્રમની આંકડાકીય વિગતો ઉપર પ્રકાશ પાડી આ રસી ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના વયજૂથના બાળકોને મૂકવામાં આવશે, તેમ જણાવી ઓરી-રૂબેલા વાઇરસથી ફેલાતા રોગ હોવાનું જણાવ્યું હતું.

યુનિસેફના ડો. ઇમરાન મલિકે ઓરી-રૂબેલાને નાથવા કામગીરીનું નિરૂપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય, ડો. આર.કે.ભાર્ગવ, જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર તરૂલતાબેન દેસાઇ, એરફોર્સના એ.કે.બસીર, ડીવાયએસપી જે.કે.જેસ્વાલ, ડો. કુર્મી, લાયન્સ કલબના ભૂપેન્દ્રભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરો, આર્મી, બી.એસ.એફ.ના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:46 am IST)
  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST