Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વઢવાણનાં વડોદ ગામે ખેતીની ઉપજમાં ભાગ બાબતે પરિવારો બાખડયા : ૭ ઘાયલ

વઢવાણ, તા. ૧૭ :  તાલુકાના વડોદ ગામે રહેતા ગીરીરાજસિંહ મકવાણાએ જમીન ૩૦ ટકા ભાગ કાળુભાઇ દાજીભાઇ ગોહિલની ખેડવા આપી હતી, પરંતુ આ જમીનનાં ભાગ માગતા બન્ને બોલાચાલી થઇ હતી. જેનું મનદુઃખ રાખી કાળુભાઇ સહિતનાઓએ ધારીયા, લાકડી, પાઇપ વડે હુમલો કરાતા સાત વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.

બનાવની વિગત મુજબ વઢવાણ તાલુકાના વડોદ ગામની સીમમાં આવેલ સાડા ૬ વિઘા જમીન ગિરીરાજસિંહ મકવાણા એ કાળુભાઇ દાજીભાઇ ગોહિલને ૩૦ ટકાના ભાગે ખેડવા આપી હતી વર્ષ પુરૂ થતા નીપજતા ૩૦ ટકા માંગતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી તેનું મનદુઃખ રાખી કાળુભાઇ દાજીભાઇ ગોહિલ ભરતભાઇ નારૂભાઇ ગોહિલ, વિક્રમભાઇ નારૂભાઇ ગોહિલ, મેરૂભાઇ (ઉર્ફ) મયુરભાઇ, કનુભાઇ રાઠોડ, વસંતબેન નારૂભાઇ, ગહિલ, યુવરાજસિં, કાળુભાઇ ગોહિલ અને નંદાબેન કનુભાઇ રાઠોડ એક સંપ કરી ધારીયા લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરપાલસિંહ મકવાણા, દિલીપસિંહ હરદીપસિંહ, કિંજલબેન, કાજલબન, જયશ્રીબેન, ચંદુબા સહિતનાઓને ઇજા થતા સારવાર માટે તાત્કાલીક સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે હરપાલસિંહ મનભા મકવાણાએ જોરાવરનગર, પોલીસ મથકે ૭ હુમલાખોરો સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે.

(11:42 am IST)