News of Thursday, 17th May 2018

ગાંધીધામમાં પોલીસ કર્મચારી ઉપર હુમલોઃ કૂતરા ભસાવાના મુદે બબાલ

ભૂજ, તા.૧૭: ગાંધીધામની મુખ્ય બજારના રહેણાંક વિસ્તારમાં પોતાના ઘરની બહાર રાત્રે ખાટલો ઢાળીને સૂતેલા પોલીસકર્મી કિશોર ભઠ્ઠરને સામાન્ય મુદે થયેલી બોલાચાલીમાં માર મરાયો હતો. રાત્રે ત્યાંથી પસાર થતાં બે બાઇક ચાલકો સામે કૂતરાઓ ભસતાં બાઇક ખાટલા સાથે અથડાયુ હતું.

આ અંગે કૂતરો કેમ ભસ્યા એ મુદે સામાન્ય બોલાચાલી થતાં અજાણ્યા બાઇક સવારોએ પોલીસકર્મી કિશોર ભઠ્ઠર ઉપર હુમલો કરી નાકનું હાડકુ ભાંગી નાંખ્યુ હતું. જો કે આ મામલે પોલસે સમર્થન આપ્યુ છે. પણ પોલીસ ફરિયાદ કરાઇ ન હોવાનું જણાવ્યુ છે.

(11:39 am IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST