Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ગાંધીધામઃ ઘર માલિક સૂતા રહ્યા અને એક લાખનો હાથફેરો

ભૂજ, તા.૧૭: ગાંધીધામના સેકટર-૪ વિસ્તારમાં રહેતા ચાર્ટેડ એકાઉન્ટન્ટ અમિત ધરમશી શાહના મકાનમાં તેમનો પરિવાર રાત્રિ દરમ્યાન સૂતો હતો એ સમયે રસોડાની બારીની ગ્રીલ તોડીને ઘરમાં ઘૂસેલા નિશાચરો ૮૦ હજારની રોકડ અને લેપટોપ સહીત રૂ.એક લાખનો હાથ ફેરો કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)