Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પડધરી પાસે પટેલ કારખાનેદારે સિકયુરીટી ગાર્ડ પર ફાયરીંગ કર્યુઃ બેની ધરપકડ

આર્યન બીટસ નામનું કારખાનું નાગરીક બેન્કે સીલ કરેલુ હોય માલીક શૈલેષભાઇ તળપદા તથા તેના મિત્ર હરેશ દોંગા (રહે. બંન્ને મોવૈયા)એ સિકયુરીટી ગાર્ડ અનિરૂધ્ધસિંહ જાડેજા સાથે રકઝક કરી બે ભડાકા કર્યા

પડધરી, તા., ૧૭: પડધરી નજીક આવેલ અને નાગરીક બેન્કે સીલ કરેલ આર્યન બીટસ કારખાનામાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર કારખાનાના માલીક સહિત બેએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયરીંગમાં સિકયુરીટી ગાર્ડનો ચમત્કારીક બચાવ થયો હતો. પોલીસે ફાયરીંગ કરનાર પટેલ કારખાનેદાર અને તેના મિત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરી અડબાલકા રોડ પર આવેલ આર્યન બીટસ કારખાનું આવેલ છે. જે કારખાનું નાગરીક બેન્કે સીલ કરેલ હોય. ત્યાં બેન્ક દ્વારા સિકયુરીટી ગાર્ડ મુકવામાં આવેલ છે. ગઇકાલે મોડી સાંજે કારખાનાના માલીક શૈલેષ હંસરાજભાઇ તળપદા તથા તેનો મિત્ર હરેશ નાથાભાઇ દોંગા (રહે. બંન્ને મોવૈયા, તા. પડધરી) કારખાને ગયા હતા અને ત્યાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ જાડેજા  (ઉ.વ.૩૮) (રહે. છલ્લા જોધપુર, તા. પડધરી)સાથે અંદર પ્રવેશવા બાબતે રકઝક કરી હતી. ત્યાર બાદ કારખાનેદાર શૈલેષ તળપદાએ તેની રિવોલ્વરમાંથી સિકયુરીટી ગાર્ડ અનિરૂધ્ધસિંહ જાડેજા પર બે ફાયરીંગ કર્યા હતા. પરંતુ અનિરૂધ્ધસિંહ નમી જતા તેનો ચમત્કારીક બચાવ થયો હતો. ત્યાર બાદ કારખાનેદાર શૈલેષ તથા તેનો મિત્ર હરેશે અનિરૂધ્ધસિંહ તથા અન્યોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.

બનાવ અંગે અનિરૂધ્ધસિંહ જાડેજાએ પડધરી પોલીસને જાણ કરતા પીએસઆઇ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા.  બનાવ અંગે હત્યાની કોશીષ સહિતની કલમો તળે  ગુન્હો દાખલ કરી આરોપી કારખાનેદાર શૈલેષ તળપદા તથા તેના મિત્ર હરેશ દોંગાની ધરપકડ કરી હતી.

(11:38 am IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST