Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઇલેકટ્રીક શોકથી મોત થયું તો લાશ વીડમાંથી મળી !?

નાની કુંડળના આધેડની કોહવાયેલી લાશે રહસ્યના આટાપાટા સજર્યા! : નાની કુંડળ અને ગઢડાના સીમાડેથી માનસીંગભાઇ વણોદીયાની લાશ મળતા ઢસા પોલીસમાં ફરીયાદ દાખલ

બાબરા, તા. ૧૭ :  બાબરા તાલુકાનો નાની કુંડળ ગામનો આધેડ ત્રણ દિવસ ગુમ રહ્યા બાદ ગઇકાલે મોડી સાંજે તેની કોહવાયેલી લાશ નાની કુંડળની હદ નજીક ગઢડા તાલુકાના રેવન્યુ ફોરેસ્ટ વીડી નજીક મળી આવતા ઢસા પોલીસે મોડી રાત્રે લાશનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરવા પામી છે.

નાની કુંડળ રહેતા મશરૂભાઇ ચતુરભાઇ વણોદીયા દ્વારા ઢસા પોલીસમાં આવેલી જાહેરાતમાં મૃતક માનસીંગભાઇ ધનજીભાઇ વણોદીયા (ઉ.વ.૪પ) નું ઇલકેટ્રીક શોક લાગવાથી મૃત્યુ થયું હતું.

તબીબી અભિપ્રાઇમાં શોક લાગવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન થવા પામી રહ્યું છે પરંતુ લાશ મળી આવી તે સ્થળ સરકારી વીડ હોવાનું અને આજુબાજુમાં કોઇ ઇલેકટ્રીક ઉપકર્ણ નહી હોવાનું જણાઇ આવી રહ્યું છે.

મૃતકનું ઇલે. શોકથી મોત થયા બાદ તેની લાશ અહીં સુધી કેવી રીતે આવી તેવો  પ્રશ્ન સર્વત્ર ચર્ચાવા પામ્યો છે.

હાલ ઢલા પોલીસ દ્વારા બનાવ અંગે નાની કુંડળ સીમ વિસ્તારમાં રહેતા લોકોની પુછપરછ હાથ ધરવા પામી છે.

(11:36 am IST)