Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પોરબંદરમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા ૪ ઝડપાયાઃ સવા લાખની રોકડ મળી

પોરબંદર, તા.૧૭: અહીં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ચીરાગ ડાયાભાઇ કોળી, હિતેશ ઉર્ફે લાલો પ્રવિણભાઇ અશ્વિન છોટાલાલ તથા એક સગીર વયનો છોકરાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ઊ.કે. ભરાઇએ પકડી   પાડેલ છે.

ગઇકાલે મુંબઇ ઇન્ડીયન અને પંજાબ કીંગ વચ્ચે આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાતો હોવાની બાતમી ઉપરથી જયુબેલી પાળીના ટાંકા પાસે વિશ્વકર્મા મોબાઇલની દુકાન ધરાવતા ચિરાગ ડાયાભાઇની દુકાને પોલીસે રેડ પાડી હતી અને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ચીરાગ સહિત ચારને પકડી પાડેલ હતાં. દરોડા સ્થળેથી ૧,૨૨,૯૦૦ રોકડ તથા મોબાઇલ નંગ-૮ કિ.૨૦,૦૦૦/ સહિત કુલ ૧,૪૨,૯૦૦ મુદામાલ મળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલવામાં અન્ય ૪ શખ્સો હોવાનું ખૂલતા પોલીસે તેમને પકડવા  તપાસ હાથ શરૂ કરી છે.

(11:34 am IST)