Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મેડીકલ કોલેજમાં કથિત લાંચ પ્રકરણમાં કલાર્કને સાત દિવસમાં ખુલાસો કરવા નોટીસઃ ખાસ કમિટીની રચના

સુરેન્દ્રનગરની કોલેજમાં પાસ થવા માટે.. : સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કોેલેજ દ્વારા પણ તપાસ સમિતિ રચવામાં આવીઃ અનેકવિધ ચર્ચા

વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગરની મેેડીકલ કોલેજમાં એટીકેટી સોલ્વ કરવા પૈસા માંગતા હોવાનો કથિત વિડીયો પ્રકાશમાં આવતા ચર્ચા જાગી છે. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે સી.યુ.શાહ મેડીકલ કોલેજ દ્વારા આ અંગે તપાસ સમિતિ રચવામાં આવી છે.

સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ મેડીકલ કોલેજ માં વિદ્યાર્થી ને વિષયમાં એટીકેટી સોલ્વ કરવા વિદ્યાર્થી પાસે રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરતા કર્લાકનો વિડીયો ાવયરલ થતા છેક રાજકોટની સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી તેના પડઘા પડયા છે. ત્યારે કોલેજ તરફથી કલાર્ક ને ૭ દિવસમાં ઇનવાયસ કમિટી સમક્ષ હાજર થવા લીગલ નોટીસ મોકલાઇ છે. જયારે યુનિવર્સિટી લેવલેથી પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ મેડીકલ કોલેજ હાલ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ઉચ્ચ શિક્ષણ માં ચર્ચાના ચકડોળે ચડી છે. કોલેજના કલાર્ક  સંજરી અને ગાયનેક વિષયમાં થોડાક માર્કસ માટે રહી ગયેલા વિદ્યાર્થી પાસે એટીકેટી સોલ્વ કરવા રૂપિયા ૧.૨૫ લાખ લેખે રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા શૈક્ષણિક ભુકંપ આવ્યા છે. આ બનાવમાં કોલેજ કક્ષાએ થી ઇન્કવાયરી કમિટીની રચના કરવામા઼ આવી છે.

આ અંગે સી.યુ.શાહ મેડીકલ કોલેજના ઇન્ચાર્જ ડીન. ડો. રીનાબેન ગઢવીએ જણાવ્યું કે આ મુદે જીણવટભરી તપાસ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કલાર્કને ૭ દિવસમાં ઇન્કવાયરી કમિટી સમક્ષ હાજર થવા લીગલ નોટીસ પણ ઇસ્યુ કરી દેવાઇ છે. જયારે બીજી તરફ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએથી રચાયેલી ચા સભ્યોની સમિતિ પણ આ કેસમાં ઉંડાણ પુર્વક તપાસ કરનાર છે. કોલેજની કમીટી તો કુલડીમાં ગોળ ભાંગે તેવું હાલ વર્તાઇ રહયું છે. પરંતુ યુનિવર્સિટી કક્ષાએથી આ કેસની તટસ્થ અને ન્યાયિક તપાસ થાયતો મોટા માથાના નામ આ કેસમાં ખુલી શકે તેમ છે.

સી.યુ.શાહ મેડીકલ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા આ બનાવના મુળ સુધી પહોંચવા ઇન્કવાયરી કમિટી ની રચના કરાઇ છે. જેમા ડો. રૂપલ ગુપ્તા, ડો. સુનિલ ઓઝા અને કોલેજ ના ઇન્ચાર્જ ડીન ડો. શનાબેન ગઢવીની નિમણુક કરાઇ છે. કેસની તપાસ માટે રચાયેલી કમિટીમાં ત્રણેય સભ્યો કોલેજના જ છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ કમિટીમાં એબીવીપીના કોઇ એક સદસ્યને સ્થાન આપવા કોલેજના ડીનને લેખિત રજુઆત કરી છે.

(11:33 am IST)