Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પોરબંદરમાં પુત્રએ પિતાને છરીના ઘા માર્યા

પોરબંદર તા ૧૭ : છાંયા રામદેવનગરમાં રહેતા મનસુખભાઇ હીરજીભાઇ (ઉ.વ.૪૫) એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેનો પુત્ર હિતેશે પોતાને છરીના ઘા ઝીંકીને ગંભીર ઇજા કરતા હોસ્પિટલમાં દાખલ થવુૅ પડયું છે.

પુત્ર હિતેશના મા-બાપ અને હિતેશની પત્નીએ અગાઉ સાથે મળીને મકાન વેંચી નાખ્યું હોય તેના મનદુઃખથી પિતા સાથે બોલાચાલીમાં પુત્ર હિતેશે છરીના ઘા ઝીંકયા હતા. કમલાબાગ પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:03 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST