Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કચ્છી રબારી પરિવારની જીપ ઉંધી વળીઃ બેના મોત

બોટાદના શંકર મંદીર અને ચોટીલાના દર્શન કરી પરત ફરતા'તા કૂતરૂ આડે ઉતરતા અકસ્માત

ભુજ તા.૧૭: જાહેર હાઇવે ઉપર રખડતા ઢોર,કૂતરા અને આડેધડ રસ્તા ઉપર ચલાવાતા અપવા તો ઉભા રાખી દેવાતા વાહનો અકસ્માતનું નીમીત બને છે.

ભુજના પધ્ધર ગામ પાસે કૂતરૃં આડે ઉતરતા જીપ ચાલકે કાબૂ ગુમાવતા જીપ પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં નખત્રાણાના કુરબઇ, વરસમેડા અને સુખપરના રબારી પરિવાર પૈકી ૨ જણે પોતાના જીવ ગુમાવ્યા હતા. જયારે ૧૦ ઘાયલ થયા હતા અકસ્માત સમયે થયેલા આક્રેદ અને ચીસાચીસને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં વરસમેડા (નખત્રાણા)ના ૬૦ વર્ષીય વેલાભાઇ મમુભાઇ રબારી અને ૬૫ વર્ષીય વેલુબેન કાનાભાઇ રબારીનુ મોત નીપજ્યુ હતુ. જયારે અન્ય પાંચ મહિલાઓ બે બાળકો અને ત્રણ પુરૂષો સહિત ૧૦ને ઓછીવતી ફેકચર સહીતની ઇજાઓ થઇ હતી. આ અંગે મણીબેન પાંચાભાઇ રબારીએ જીપ ચાલક વજાભાઇ પાલા રબારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે.(૭.૧૦)

(11:03 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST