Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ભુજના પધ્ધર નજીક જીપ પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત:આઠને ઇજા

 

ભુજના પધ્ધર નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  મળતી વિગત મુજબ ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો  જીપ ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પલટી ગઈ હતી. જેથી જીપમાં સવાર 10 લોકોમાંથી 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર મામલે પોલીસે 2 વ્યક્તિના મૃતદેહોને પીએમ માટે ખસેડ્યા છે. જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:04 pm IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST