Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મોરબીના રવાપરની સરકારી ખરાબાની કરોડોની જમીનમાં દબાણો થતા તંત્રની લાલઆંખ :બુલડોલઝર ફેરવી હટાવ્યું

અંદાજે ૧૦ થી ૧૨ વીઘા જમીનમાં કમ્પાઉન્ડ વોલ ઉભી કરી બાંધકામ પણ શરુ કરી દેવાયેલ

 

મોરબી નજીકના રવાપર ગામની સરકારી ખરાબાની કરોડોની કીમતની જમીનમાં દબાણો સર્જવામાં આવ્યા હોય જે મામલે તંત્રની નોટીસ બાદ પણ દબાણો ના હટતા મામલતદારની ટીમે દબાણો પણ બુલડોઝર ફેરવી દીધું હતું.

   અંગેની વિગત મુજબ રવાપર ગામની સરકારી ખરાબાની સર્વે નં ૭૫ ની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોય જેમાં અંદાજે ૧૦ થી ૧૨ વીઘા જેટલી જમીનમાં કમ્પાઉન્ડ વોલ ઉભી કરી દેવામાં આવી હતી તેમજ બાંધકામ શરુ કરીને દીવાલો ઉભીં કરવાનું શરુ કરી દેવાયું હોય જે મામલે મોરબીના ઇન્ચાર્જ મામલતદાર યુ..સુમરા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી અને બે દિવસમા જગ્યાના બાંધકામ અંગે જે કોઈ આધારપુરાવા હોય તે રજુ કરવા જણાવ્યું હતું

    જોકે સરકારી જમીનમાં ઈરાદાપૂર્વકનું દબાણ સર્જવામાં આવ્યું હોય અને નોટીસનો જવાબ નહિ મળતા આજે ઇન્ચાર્જ મામલતદાર યુ..સુમરાએ સ્થળ પર પહોંચીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું અને દબાણો હટાવવામાં આવ્યા હતા તો સરકારી ખરાબાની કરોડોની કીમતી જમીન પર કબજો કરી દબાણ કરનારા ઇસમો સામે તંત્રએ લાલ આંખ કરી દબાણ હટાવ કામગીરી શરુ કરી છે.

(10:47 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST