Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પોરબંદરમાં કોરોનાને અંકુશમાં લેવા પ૦ બેડની હોસ્‍પીટલ તથા નવી આરટીપીસીઆર લેબની મંજુરની જાહેરાત કરતા જવાહરભાઇ ચાવડા : લોકોને કોરોના વેકસીનથી નહીં ડરવા તથા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ પણ કોરોના વેકસીન લઇ જાગૃતિ દાખવવા જવાહરભાઇ ચાવડાની અપીલ

પોરબંદરના પ્રભારી મંત્રી જવાહરભાઇની અધ્‍યક્ષસ્‍થાને સમીક્ષા બેઠક મળી

પોરબંદર :  પોરબંદર માણેક ચોક શ્રીનાથજી હવેલીમાં કાલે તા. ૧૮ થી તમામ દર્શન ભીતર (અંદર)માં થશે : મનોરથ લેવામાં નહીં આવે : શ્રીનાથજી હવેલીની યાદીમાં  પોરબંદરમાં કોરાનાની સ્થિતિ નિયંત્રણમાં છે, આગોતરી તૈયારી રુપે વધું ૫૦ બેડની હોસ્પિટલ ઉભી કરાશે- પ્રભારી મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ છે.

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ માધ્યમોના પ્રતિનિધિઓ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વધું દર્દીઓ બહારના જિલ્લાના છે. હાલ હોસ્પિટલમાં બધા બેડ વપરાશમાં છે.બધા દર્દીને સારવાર મળી રહી છે.

પોરબંદર જિલ્લામાં સ્થાનિક કક્ષાનું સંક્રમણ ખુબ ઓછું છે. છતા પણ ઓગોતરી તૈયારી રૂપે, વધું સુવિધા આપવા માટે અને કોરાનાના દર્દીને કોઇ મુશકેલી પડે તે માટે સરકાર દ્વારા વધું ૫૦ બેડની ઓકિસનયુકત સુવિધા સાથે હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. જેથી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પર કામગીરીનો વધું બોજ રહે તેવું પણ આયોજન છે.

પોરબંદર સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્રારા નવી RTPCR લેબોરેટરીની મંજુરી મળી છે. બે ચાર દિવસોમાં શરૂ થશે. વધારાની ઓકસિજનયુક્ત ૫૦ બેડ પણ વધારવામાં આવશે. મંત્રીશ્રીએ સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ પણ સુનિશ્રિત કરી હતી.

કોવિડ-૧૯ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ પણ તકે જરૂરી સુચનો આપ્યા હતા.

 બેઠકમાં કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, સીવીલ સર્જનશ્રી ડો. પરમાર સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોરાનાના કેસો વધ્યા છે ત્યારે કોરાના સામે રક્ષણ ખાસ કરીને કોરાનાની ગંભીર અસરથી બચવા વેકિસન જરૂરી છે. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી ,પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ આજે પોરબંદર જિલ્લાની કોરાનાની સ્થિતિની સમીક્ષા બેઠકમાં પોરબંદર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો કોરાનાની રસી મુકાવે અને બીજાને પણ જાગૃત કરે તેવી અપીલ કરી હતી.

  મંત્રી શ્રીએ કહયું હતું કે કોરાનાની વેકિસન ખૂબ પરિણામ લક્ષી અભ્યાસો બાદ તૈયાર થતી હોય છે. રાજય સરકાર લોકોને કોરાનાથી બચાવવા તેની ગંભીર અસરોથી લોકો મુકત થાય તે માટે સૌના કલ્યાણ માટે, સૌના હિત માટે રસીકરણ અભિયાન ચલાવી રહી છે. આપણે ડોકરરો નિષ્ણાતોની વાત માની રસીકરણ કરાવવું જોઇએ. જે લોકો રસી વિશે જાણતા નથી કે સોશિયલ મીડીયામાં ફરતી અફવા કે વજૂદ વગરની વાતમાં આવવું જોઇએ નહીં.રાજય સરકાર દ્વારા લોક સહયોગથી ચાલતી રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

(9:09 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ઍક ઉમેદવારનું કોરોનાથી મોતઃ ટીઍમસી અને ભાજપના પ ઉમેદવારો સંક્રમિત access_time 5:36 pm IST

  • કુંભમાંથી પાછા ફરનારા શ્રદ્ધાળુઓ માટે મુંબઇમાં સખત રીતે કવોરન્ટાઈનનું પાલન કરાવાશે : મુંબઈના મેયરે કહ્નાં છે કે કુંભમેળામાંથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે કડક રીતે કવોરન્ટાઈનનો અમલ કરાવાશે : કુંભ મેળામાંથી પાછા ફરનારા લોકો માટે તેમણે કડક પગલાઓની જાહેરાત પણ કરી હતી access_time 2:03 pm IST

  • મુંબઇ સામે હૈદરાબાદને હારની હેટ-ટ્રિકનો ખતરો : કલકત્તા અને બેન્ગલોર સામે પરાજય થયા બાદ વોર્નરના વોરિયર્સે આજે વધુ એક હારથી બચવા કલકતા સામે રોમાંચક જીતથી જોશમાં આવી ગયેલા ચેમ્પીયન્સને હરાવવા પડશે access_time 3:48 pm IST