Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કચ્છના મુન્દ્રા અદાણી એરપોર્ટ ઉપર વિમાનમાં ઉત્તરાણ કર્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા ભુજ પહોંચ્યા :ભુજ વિમાન મથકે રન વે નું રીપેરીંગ કામ ચાલુ હોઈ વાયા મુન્દ્રા થઈને ભુજ પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) :  મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  આજે કોરોના સંદર્ભેની કચ્છ મુલાકાતના પ્રારંભે પ્રથમ મુન્દ્રા અદાણી એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા.  મુન્દ્રા આવેલા રાજ્યના બન્ને મહાનુભાવોનું મુંદરાના અદાણી એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંદરાથી તેઓ હેલિકોપ્ટર મારફતે ભુજ આવ્યા હતા.

કચ્છની મુલાકાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મુંદરાના અદાણી એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરાણ કર્યું હતું. મુંદરા આવી પહોંચેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મુંદરાના નવનિયુક્ત નગરપતિ કિશોરસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, વાલજીભાઈ ટાપરીયા, અદાણી ગૃપના રક્ષિત શાહ, મુંદરા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અદાણી એરપોર્ટ પર ખાસ પ્લેનમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ઉતરાણ કરી સ્થાનિક આગેવાનોનું અભિવાદન ઝીલ્યા બાદ હેલિકોપ્ટર મારફતે ભુજ પ્રસ્થાન કર્યું હતું.( તસવીર: રાજ સંઘવી (મુન્દ્રા)

(4:56 pm IST)