Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કચ્છના ભુજ અને અંજારમાં વાતાવરણ પલટાયું: પવન સાથે વરસાદી ઝાપટાં, ક્યાંક ક્યાંક કરા પડ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::ભુજ અને અંજારમાં આજે બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં, ક્યાંક ક્યાંક કરા પડ્યા હતા.

       ગઇકાલે પણ કચ્છના રાપર અને ભચાઉ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(4:28 pm IST)
  • કોરોના વધતા સંક્રમણને લઈ ને ચૂંટણી પંચ (EC) એ રાજકીય પાર્ટીઓના પ્રચાર અભિયાન માટે મોટો નિર્ણય લીધો : હવેથી સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી પ્રચાર બંધ રાખવામાં આવશે : પશ્ચિમ બંગાળમાં હવે 48 કલાકને બદલે, પ્રચાર 72 કલાક પહેલા એટલે કે ત્રણ દિવસ પહેલા બંધ કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 7:30 pm IST

  • દેશમાં કોરોનાનો મહાભયાનક આતંક યથાવત : ભારતમાં છેલ્લા 24 કલાકમાં, એકજ દિવસમાં, અત્યાર સુધીના સર્વાધિક 2,32,000 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા અને 1325 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ છેલ્લા 24 કલાકમાં દુઃખદ મૃત્યુ પામ્યા access_time 12:15 am IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST