Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વેરાવળની હોસ્પીટલમાં ઓકિસજનના અભાવે એક જ વોર્ડમાં ૭ દર્દીના મોત

કલેકટર તંત્ર તાકિદે દર્દીઓના હિતમાં નિર્ણય લે તેવી પરિવારજનોની માંગણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૭ :. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કોરોનાના ૭ દર્દીઓના ઓકિસજનના અભાવે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ ખાતે કોરોનાના દર્દીઓ માટે કોવિડ હોસ્પીટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ઉના, તાલાળા સહિત ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓને ઓકિસજન સહિતની સુવિધા આપવામાં આવી રહી છે પરંતુ ગઈકાલે અચાનક એક જ વોર્ડમાં ઓકિસજન ન મળતા ૭ દર્દીઓના મૃત્યુ થતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.

પરિવારજનોએ કલેકટર તંત્ર અને સરકારને દર્દીઓના હિતમાં તાકીદે નિર્ણય લઈને ઓકિસજનના અભાવે મૃત્યુ થતા તપાસની માંગણી કરી છે.

(3:48 pm IST)