Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વિજયભાઈ રૂપાણીએ કોમનમેનનું ઉદાહરણ પુરૂ પાડયુઃ દર્દીઓના સંબંધીઓ સાથે નીચે બેસીને વેદના સાંભળી

જામનગરઃ આજે જામનગરની ખાતે ઉચ્ચસ્તરીય બેઠક પુરી કરીને મુખ્યમંત્રી રૂપાણીએ મુખ્યમંત્રી વિજયભાઈએ કોમનમેનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બેઠક બાદ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોસ્પિટલ બહાર રહેલા દર્દીઓના સગાઓને રૂબરૂ મળ્યા હતા અને તેની વેદનાઓ સાંભળી હતી અને તેમને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે હિંમત આપી હતી. તેમની સાથે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીઓ, જિલ્લા કલેકટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(3:06 pm IST)