Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના પોલીસ જમાદારનું કોરોના સંક્રમણમાં મોત

સરકારી હોસ્પિટલમાં પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. ભાણવડના પોલીસ સ્ટેશનમાં પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા મોહનભાઇ રામાભાઇ સોલંકી ઉ.૩૩ વાળાને શરદી-ઉધરસ-કફ થઇ જતાં કોરોનાની અસર થતાં ગઇકાલે તેમને ખંભાળીયાની સરકારી હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ કરાયા હતાં. જેમાં આજે બપોરે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતાં પોલીસ બેડામાં ભારે શોકની લાગણી છવાઇ છે.મૃતકને ફરજ પર મોત પામતા ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમવિધી કરવામાં આવી હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.

(2:57 pm IST)