Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જોડીયાનાં લીંબુડામાં ૧ર કોરોના પોઝીટીવ કેસ : રરમી સુધી સ્વૈચ્છીક લોકડાઉન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે જોડિયા તાલુકાના લીંબુડા ગામે દસથી બાર જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે. કોરોના નુંં સંક્રમણ અટકાવવા માટે ૨૨ એપ્રિલ સુધી આખા ગામમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોક ડાઉન કરવામાં આવ્યું છે.  લીંબુુડા ગામમાં ૧૨ જેટલા પોઝિટિવ કેેસો આવેલા છે. તો લીંબુડા ગ્રામ પંચાયત દ્વારા આખા ગામમાં તમામ રસ્તા તથા શેરી-ગલીઓમાં સેનેટાઈઝર પણ કરવામાં આવી રહ્યું છે. એવામાં લીંબુડા ગામ પંચાયતના સરપંચ બીપીનભાઈ નાગપરા તથા એપીએમસી ડાયરેકટર જીતુભાઈ ગાંભવા દ્વારા જેે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે જેને લઈને ગ્રામજનો પણ ખુશખુશાલ છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)