Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગીર સોમનાથ જીલ્લાની કોવીડ હોસ્પીટલમાં ૧૬ દિવસમાં ૪રના મૃત્યુઃ ૭પ દર્દીઓની સારવારઃ રર વેન્ટીલેટરમાં

વેરાવળ, તા.૧૭: ગીર સોમનાથ જીલ્લામાં કોવીડ હોસ્પીટલની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. ૧૬ દિવસમાં ૪ર મૃત્યુ પામેલ હોય તેમજ ૭પ  સારવારમાં હતા તેમાં રર દર્દીઓને વેન્ટીલેટરમાં રખાયેલ જીલ્લાની સૌથી મોટી હોસ્પીટલોમાં ડોકટરો,આરોગ્ય સ્ટાફ તથા અનેક જરૂરી સાધનો માટે રજુઆત કરેલ હતી તેમજ આરોગ્ય મંત્રી કોરોનામાં નિષ્ફળ ગયેલ છે તેમ જણાવેલ હતું.

ગીર સોમનાથ જીલ્લાની કોવીડ હોસ્પીટલની મુલાકાતે સોમનાથ વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમા આવેલ હતા પત્રકારોને તેઓએ જણાવેલ હતું કે તા.૧ થી ૧પ પંદર દિવસ માં ૩૯ ના મૃત્યુ થયેલ છે ૧૦૦ બેડ ની હોસ્પીટલ છે ઓકસીજન મળતો ન હોવાથી ઓછા દર્દીઓને સારવાર અપાય રહેલ છે ૭પ દર્દીઓ સારવાર લઈ રહયા છે તેમા રર વેન્ટીલેટર ઉપર છે આ હોસ્પીટલમાં ડોકટરો, આરોગ્ય સ્ટાફ નથી સોનોગ્રાફી, સીટી સ્કેન સહીત ના અનેક સાધનો પણ ન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે જે ડોકટરો છે આરોગ્ય સ્ટાફ સારામાંસારી કામગીરી કરી રહેલ છે જો આગોતરૂ આયોજન કરવામાંઆવેલ હોત તો જે દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં જવું પડે છે તેને જવંુ પડેલ ન હોત કોરોનાની મહામારીમાં આરોગ્ય મંત્રી નિષ્ફળ ગયેલ છે તેમ જણાવેલ હતું.

           તા.૧૬ ના સાજ સુધી માં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ થયેલ છે આ હોસ્પીટલમાં ૧૬ દિવસ માં ૪ર નો મૃત્યુ આંક થયેલ છે.

(12:54 pm IST)